Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
Login
HomeBusiness News - Leftઇક્ષિગો દ્વારા સ્પેનની ટ્રેનેસ પ્લેટફોર્મમાં મોટાભાગનો હિસ્સો૧૨૫ કરોડમાં ખરીદી

ઇક્ષિગો દ્વારા સ્પેનની ટ્રેનેસ પ્લેટફોર્મમાં મોટાભાગનો હિસ્સો૧૨૫ કરોડમાં ખરીદી

ભારતીય યાત્રા ટેક કંપની ઇક્ષિગોના બોર્ડે સ્પેનની પ્રખ્યાત ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનેસમાં ૬૦ ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. લગભગ ૧૧.૭૦ મિલિયન યુરો, એટલે કે રૂા. ૧૨૫ કરોડથી વધારે મૂલ્યના આ સોદા બાદ ઇક્ષિગોનો યુરોપીય રેલ બજારમાં વ્યૂહાત્મક પ્રવેશ થશે.

ટ્રેનેસનું સંચાલન કરતાં ઓનલાઇન ટ્રાવેલ સોલ્યુશન્સ એસ.એલ. હવે ઇક્ષિગોની સ્ટેપ-ડાઉન સહાયક કંપની તરીકે કાર્ય કરશે. કંપનીનું મુખ્ય કાર્ય સ્પેન તેમજ દક્ષિણ યુરોપના કેટલાક વિસ્તારોમાં ટ્રેન ટિકિટ બુકિંગ sevao પૂરી પાડવું છે.

ઇક્ષિગોએ જણાવ્યું કે આ રોકાણથી ટ્રેનેસના સ્થાનીક ગ્રાહક આધાર, બ્રાન્ડ પ્રતિષ્ઠા અને ઓપરેટર ઈન્ટેગ્રેશનને ઇક્ષિગોની એઆઈ આધારિત ટેકનોલોજી સાથે જોડવાની મોટી તક મળશે. કંપનીના જણાવ્યા મુજબ, આ સોદો ટ્રેનેસના પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એઆઈ આધારિત સુધારાઓ અને ગ્રાહક અનુભવને વધુ મજબૂત બનાવશે.

આ સાથે, ઇક્ષિગોના બોર્ડે સ્પેનની સ્ક્વાડ એઝ સર્વિસ એસ.એલ. (સ્કાસ) માં ૪૫.૦૨ ટકા હિસ્સો પણ ૦.૪૫ મિલિયન યુરો, અંદાજે રૂા. ૪.૮૩ કરોડમાં ખરીદવા મંજૂરી આપી છે. આ કંપની કૃત્રિમ બુદ્ધિ આધારિત સોફ્ટવેર અને ટેક સેવા ક્ષેત્રમાં કાર્યરત છે. સોદા પૂર્ણ થયા બાદ સ્કાસ ઇક્ષિગોની સહભાગી કંપની બનશે.

વર્તમાન બજાર વિશ્લેષણ મુજબ, ઇક્ષિગો દ્વારા યુરોપીયા બજારમાં પ્રવેશ ભારતીય ટેક કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય વિસ્તરણના નવા માર્ગ ઊભા કરે છે. પ્રવાસ ક્ષેત્રમાં એઆઈનો વધતો ઉપયોગ અને યુરોપના રેલ નેટવર્કની ઊંચી માંગ ઇક્ષિગોને લાંબા ગાળામાં વૃદ્ધિનો સારો આધાર પૂરો પાડી શકે છે.

કંપનીના તાજેતરના નિવેદન મુજબ, બંને સોદામાં નોન-કમ્પીટ ફી અને જરૂરી સત્તાવાર પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે સ્પેનના નિયમનકારી માળખા મુજબ પૂર્ણ થશે.

Spread the love

Most Popular