HomeBusiness News - Rightસોઝિયલ મીડિયા-ડેટિંગ-ગેમિંગ એપ્સ માટે ફરજિયાત KYCની ભલામણ...!!!

સોઝિયલ મીડિયા-ડેટિંગ-ગેમિંગ એપ્સ માટે ફરજિયાત KYCની ભલામણ…!!!

સંસદની સમિતિએ સોઝિયલ મીડિયા, ડેટિંગ અને ગેમિંગ પ્લેટફોર્મ્સ પર ફરજિયાત KYC અને ઉંમર ચકાસણી કરવાની ભલામણ કરી છે. હેતુ સાયબરક્રાઇમ અને ખોટા પ્રોફાઇલ સામે સુરક્ષા વધારવાનો છે.

સમિતીએ ગૃહ મંત્રીાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયને કડક ચકાસણી પ્રણાલી અમલમાં લેવા સૂચના આપી છે. સમિતિના જણાવ્યા પ્રમાણે ઓળખ પુરાવા વગરના એકાઉન્ટથી સાયબરસ્ટોકિંગ, ઓનલાઈન દુર્વ્યવહાર અને ઓળખ ચોરી વધે છે.

અહેવાલમાં પ્લેટફોર્મ્સને નિયમિત રી-વેરિફિકેશન કરવા અને દુર્વ્યવહાર માટે વારંવાર રિપોર્ટ થતી એકાઉન્ટ્સને હાઇ-રિસ્ક ફલેગ રાખવા સૂચના આપવામાં આવી છે. ડેટિંગ અને ગેમિંગ એપ્સ માટે કડક લાઇસન્સિંગ અને ઉંમર ચકાસણી પ્રોટોકોલની પણ માંગ કરવામાં આવી છે.

સમિતીએ જણાવ્યું કે તમામ સોઝિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફરજિયાત KYC અને ઝડપી ફરિયાદ નિવારણ વ્યવસ્થા હોવી આવશ્યક છે. માત્ર ૧૨૮) minors) ને અનિચ્છનીય સામગ્રીથી બચાવવા માટે ઉંમર ચકાસણી અનિવાર્ય છે.

Spread the love

Most Popular